આપણા દેશમાં ઠેર ઠેર કોલેજો તો છે પરંતુ દરેક વિસ્તાર મુજબ ત્યાંના કોલેજિયનોનાં લક્ષણો બદલાતાં રહે છે. જુઓ નમૂના…
***
જો કોલેજિયનની બેગમાં બુક્સ, નોટબુક્સ, નોવેલ, આધારકાર્ડ, રેશનકાર્ડ સાથે એકાદ ફૂડ-પેકેટ પણ હોય તો સમજવું કે તે…
...આજકાલ કેરળની કોઈ કોલેજમાં જાય છે !
***
જો કોલેજિયનના એક હાથમાં બે-ચાર નોટબુકો હોય અને બીજા હાથમાં કોઈ પાર્ટીનું પોસ્ટર હોય તો સમજવું કે…
- એ દિલ્હીનો કોલેજિયન છે.
***
જો એક જ નોટબુક હોય અને તે પણ વાળીને જિન્સ પાછલા ખિસ્સામાં ખોસેલી હોય તો નક્કી…
- એ મુંબઈનો કોલેજિયન હશે.
***
જો નોટ-બુક્સની જગાએ મોટું લેપ-ટોપ, જોડે પાવર બેન્ક, વાયરો, પ્લગ્સ, આઈ-પેડ, પેન-ડ્રાઈવ્સ તથા બે-ચાર હાર્ડ-ડિસ્ક પણ હોય…
… તો બોસ, એ બેંગલોરનો કોલેજિયન છે.
***
કેરીબેગમાં નોટ-બુક્સ, લેપ-ટોપ એવી બધી ફાલતુ ચીજોની જગાએ જો તમંચો, ચેઈન, ચાકુ કે હોકી હોય…
- તો તે બિહાર યુનિવર્સિટીનો કોલેજિયન હશે.
***
અને બેગમાં ચોપડીઓ કે નોટબુકની જગાએ, (રાધર તમંચો અને ચાકુની જગાએ) જો મોટા મોટા પથ્થરો હોય…
- તો તે કાશ્મીરનો કોલેજિયન સમજવો.
***
એક હાથમાં સિગારેટનું પાકિટ, બીજા હાથમાં લાલ ઝંડો અને ખિસ્સામાં કંઈ જ ના હોય….
- તો માની લેવું કે બાબુ મોશાય કોલકત્તાના કોલેજિયન છે.
***
જો થેલામાં બર્થ-સર્ટિફિકેટ, સ્કુલ-લિવિંગ સર્ટીફીકેટ, રેશન કાર્ડ, મતદાર કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, મા-બાપનાં યે મતદાર કાર્ડ… આવું બધું નીકળે…
- તો એ બિચારો આસામનો કોલેજિયન હશે !
***
અને જો એક હાથમાં મોબાઈલ, બીજા હાથમાં માવો, એક ખિસ્સામાં બાઈકની ચાવી, બીજા ખિસ્સામાં 500ની નોટો અને નાસ્તાના ડબ્બામાં થેપલાં, ખાખરા અને દાબેલી સેન્ડવીચ નીકળે..
- તો સમજી ગયા ને ? એ ગુજરાતનો જ કોલેજિયન છે…
- મન્નુ શેખચલ્લી
Mannu ni nazar ne salam che
ReplyDeleteThanks again !!
Delete