થોડી "માણસખાઉ" જોક્સ ...


કહે છે કે આફ્રિકાના જંગલોમાં માણસખાઉ આદિવાસીઓ રહે છે ! આ માણસો માણસોને જ ખાઈ જાય છે !

અમને થાય છે કે સાલું, આ લોકો એકબીજાને કેમ નહિ ખાતા હોય ?

ચાલો છોડો, આવા માણસખાઉ માણસોની કલ્પના ઉપર થોડી કાલ્પનિક જોક્સ સાંભળો…

***

માણસખાઉ લોકો એકબીજાને કેવી રીતે વધામણી આપે છે ?

આ રીતે… “અરે સાંભળો ! અમારે ત્યાં બાબો આવ્યો ! લો, આ ડાયાબિટીસનો દરદી ખાઓ !”

***

માણસખાઉ લોકોની રેસ્ટોરન્ટમાં કઈ વાનગીઓ સૌથી મોંઘી ગણાય છે ?

- પાકિસ્તાની ભેજું અને બાંગ્લાદેશી કલેજું (કારણકે બન્ને ‘રેર’ છે.)

***

માણસખાઉઓની એ રેસ્ટોરન્ટમાં કઈ ટાઈપના સોફ્ટ-ડ્રીંક્સ મળે છે ?

- પાંચ જાતનાં સોફ્ટ-ડ્રીંક્સ હોય છે. (1) એ નેગેટિવ (2) એ પોઝિટીવ (3) બી પોઝિટીવ (4) બી નેગેટિવ અને (5) ઓ.

***

માણસખાઉ જંગલીઓના હાથમાં જો કોઈ ‘ગે’ પુરુષ ઝડપાઈ જાય તો એને ખાતા પહેલાં એની ઉપર મીઠું શા માટે ભભરાવવામાં આવે છે ?

- કારણકે ‘ગે’ પુરુષોમાં મીઠાની તાણ હોય છે !

***

માણસખાઉ આદિવાસીઓની મહિલાઓ ‘અલૂણા’ વ્રત શી રીતે કરે છે ?

- ‘ગે’ વ્યક્તિને ખાઈને !

***

એક માણસખાઉ બે નોર્મલ માણસોને ‘એકીસાથે’ શી રીતે ખાઈ શકે ?

- એમને બીવડાવીને !

***

શું માણસખાઉ લોકો કદી ઘાસ ખાશે ખરા ?

- હા, એકવાર લાલુ યાદવને એમના જંગલમાં જવા દો !

***

માણસખાઉ જંગલીઓ ‘એબ્સર્ડ વાનગી’ કોને કહે છે ?

- ધડ-માથા વગરની વ્યક્તિને !

***

માણસખાઉ આદિવાસી ગમે એટલો ક્રૂર હોય છતાં કઈ વ્યક્તિનું કયું અંગ તે હરગિઝ ખાઈ શકતો નથી ?

- કવિનું દિમાગ !

***

મન્નુ શેખચલ્લી

Comments