અચાનક બધા ‘સેક્યુલર’ નેતાઓ હિન્દુવાદી બની રહ્યા છે !
કોઈ ગૌશાળા બનાવવાની વાત કરે છે તો કોઈ વિષ્ણુમંદિર બનાવવાનું વચન આપે છે. કોઈ પોતાના DNAમાં બ્રાહ્મણ હોવાનું કહે છે તો કોઈ બ્રાહ્મણોને અનામત આપવાના વાયદા કરે છે !
શું આ બધું વોટ્સએપના ટેમ્પરરી ‘સ્ટેટસ’ જેવું નથી લાગતું ? પણ સાવધાન ! એ સૌનાં બબ્બે સિમ કાર્ડ છે અને બન્નેમાં ‘સ્ટેટસ’ અલગ અલગ છે…
***
રાહુલ ગાંધી
SIM 1 : ડીએનએ મેં કણ, કણ કણ મેં બ્રાહ્મણ.
SIM 2 : અલ્લા તેરો નામ, ઈશ્વર તેરો નામ, સબ કો મતદાતા દે ભગવાન !
***
અખિલેશ યાદવ
SIM 1 : મંદિર હમ ભી બનાયેંગે.
SIM 2 : નમાઝ ભી વહીં પઢવાયેંગે.
***
કમલનાથ
SIM 1 : હમરી ભી ગૌશાલા હોગી.
SIM 2 : હમ સબ સોનિયાજી કી ગાય હૈં !
***
સુરજેવાલા
SIM 1 : બ્રાહ્મણો ! સીટ દિલાઓ, સીટ દેંગે.
SIM 2 : દલિતો ! વોટ કે બદલે ભીખ દેંગે.
***
નવજોત સિધ્ધુ
SIM 1 : ઝપ્પી સે ઝહર મિટતા હૈ.
SIM 2 : મત ભૂલો, સાંપ આસ્તિન મેં રહતા હૈ.
***
સોનિયા ગાંધી
SIM 1 : મંઈ ચૂપ રાહુન્ગી…
SIM 2 : ભારટ મેરા ‘રોમ’ ‘રોમ’ મેં હેઈ…
***
પ્રિયંકા ગાંધી
SIM 1 : લાસ્ટ સીન ઈન યુપી ઈલેક્શન્સ
SIM 2 : અરજન્ટ કોલ્સ ઓન્લી.
***
કર્ણાટક કોંગ્રેસ
SIM 1 : લિંગાયત તો ‘લઘુમતી’ છે.
SIM 2 : પણ હવે અમને ‘બહુમતી’ વ્હાલી છે.
***
શશી થરૂર
SIM 1 : ઈન્ડિયા વિલ બિકમ હિન્દુ પાકિસ્તાન.
SIM 2 : નોન-ચેલેન્ટલી ઓબ્નોક્શિયસ એન્ડ કોન્સ્પીક્યુઅસલી પ્રેઝન્ટ ઈન અન-ફાધમેબલ પિક્યુલરાટીઝ ઓફ ફેઈથ્સ બાય બિઇંગ પોલિટીકલી કોન્ટ્રોવર્સિયલ વિથ અનકન્વેશનલ રિલકટન્સ…
(ટુંકમાં... હું બધા કરતાં ઘંટ છું.)
- મન્નુ શેખચલ્લી
Mast che
ReplyDelete