“ઉસ્તાદ, ઈસ્કા ક્યા મતલબ હૈગા ?” ટપોરી મદન ચિકનાએ છાપું ખોલીને તેના ઉસ્તાદ કાંચા કાણિયાને બતાડ્યું.
“અબે ચિકને, તેરે કુ સવાલ ભોત હોતે હૈંગે…” કાંચા કાણિયાએ બગાસું ખાધું.
“નંઈ ઉસ્તાદ, ઈસ્મેં લિખેલા હૈ કિ નીરવ મોદી કુ ભાગેડૂ જાહેર કરણે કી પકરિયા ચાલુ હુઈ… ઈસ્કા ક્યા મતલબ ?”
“ચિકને, યે સબ કોરટ કા પ્રોસિજર હોતા હૈગા. કોઈ આરોપી જબ કોરટ મેં સલીંગ તીન બાર હાજિર ના રૈવે, તો ઉસ્કુ ભાગેડૂ જાહેર કરણા પડતા હૈ.”
“ચ્યાઈલા…” મદન ચિકનાએ માથું ખંજવાળ્યું. “મતલબ કિ, કોરટ કુ અબી તલક માલુમી ચ નંઈ હૈગા કિ નીરવ મોદી ભાગ ગૈલા હૈ?”
“અબે, પ્રોસિજર હૈગા…”
“ઐસા કૈસા પ્રોસિજર ઉસ્તાદ?”
મદન ચિકનાને હજી સમજાતું નહોતું. “બોસ, સબ કુ પતા હૈ… નીરવ મોદી છે મહિને પૈલે ઇન્ડિયા સી ભાગ ગૈલા હૈ ! છાપે મેં આ ગિયા, ટીવી પે આ ગિયા… ઔર કોરટ અબી બી ‘પકરિયા’ કર રૈલી હૈ ?”
“ચિકને, યે તો અબી સુરુઆત હૈગી. આગે આગે દેખણા, ક્યા ક્યા હોએંગા.”
“ક્યા હોએંગા?”
“બોલે તો, નીરવ મોદી કે ફોટુવાલે પોસ્ટર લગેંગે… કિ યે આદમી ભાગેડુ હૈગા !”
“ક્યા બાત હૈ !” મદન ચિકનો ખુશ થઈ ગયો.
“હાં ! ઔર ફિર નીરવ મોદી જહાં ભી જાકર છૂપેલા હોગા, ઉસ કન્ટ્રીમેં અપણી સરકાર ઉસ કી ધરપકડ કરણે કે વાસ્તે -”
“ડાયરેક્ટ બંદૂકાં, રિવોલ્વરાં ને હથકડીયાં લેકર પોંચ જાવેગી !ઐસા ચ ને?”
“અબે નંઈ રે ! ફોરેન કન્ટ્રી સે ક્રિમિનલ કુ વાપસ લાણે કે લિયે અલગ સી એક 'પતિયારપણ' કી પકરિયા હોતી હૈગી.”
“પતિ? કિસ કા પતિ?”
“અબે ઘોંચુ ?” કાંચા કાણિયાએ કચકચાવીને એક થપ્પડ મદન ચિકનાના ગાલ પર રસીદ કરી દીધી. “પતિ નંઈ… પતિયારપણ !ઐસી એક પકરિયા કરણી પડતી હૈ… ઇન્ટરનેશનલ રૂલ હૈગા.”
“અચ્છા? વો પકરિયા કિતે દિનોં મેં ‘પક’ જાતી હૈ ?”
મદન ચિકનાનું અજ્ઞાન જોઈને કાંચા કાણિયાએ પોતાનું કપાળ કુટ્યું. “રૈણે દે, તૂં નંઈ સમજેગા…”
“નંઈ ઉસ્તાદ ! મૈં સમજ ગિયા !”
“ક્યા.”
“બોલે તો, કૌભાંડ અઈસા ચ કરણે કા, કિ સાલી 'પકરિયા' જ ચલતી રૈવે !”
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment