1 ટાપુ... 2 પુરુષ... 1 સ્ત્રી...


કહે છે કે વ્યક્તિનાં અસલી લક્ષણો તેની સૌથી વિકટ પરિસ્થિતિમાં જ બહાર આવે છે. એ જ વાત જુદા જુદા દેશના લોકોની ‘લાક્ષણિક્તા’ને પણ લાગુ પડે છે.

***

દાખલા તરીકે, જસ્ટ કલ્પના કરો કે મધદરિયે આવેલા કોઈ ટાપુ ઉપર બે પુરુષો અને એક સ્ત્રી તણાઈને પહોંચે… તો શું થાય ?

***

જો એ લોકો ફ્રેન્ચ હોય તો

બે પુરુષો અને એક સ્ત્રી મજાથી સાથે મળીને રહેશે અને જલ્સાઓ જ કરશે.

***

જો એ ઈટાલિયનો હશે તો

બે ઈટાલિયન પુરુષો એક ઈટાલિયન સ્ત્રી માટે અંદરોઅંદર એવા લડી પડશે કે છેવટે બંને એકબીજાને ગોળી મારી દેશે !

***

જો એ અંગ્રેજ હશે...

...અને જો એકબીજાને ઓળખતા નહિ હોય તો એમની બ્રિટીશ ‘મેનર્સ’ મુજબ જ્યાં સુધી કોઈ ચોથી વ્યક્તિ આવીને એમની ઓળખાણ નહીં કરાવે ત્યાં સુધી કોઈ એકબીજા જોડે વાત પણ નહિ કરે !

***

જો એ ચીનાઓ હશે તો

ત્રણે ભેગા મળીને કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના કરી નાંખશે. એમાંથી એક પાર્ટીનો પ્રેસિડેન્ટ બની જશે અને બીજા બન્નેને પોતાના આદેશોનું પાલન કરાવતો રહેશે.

***

જો એ બાંગ્લાદેશીઓ હશે તો

એ ત્રણે જણા ટાપુ પર બેઠાં બેઠાં રાહ જોયા કરશે કે ક્યારે કોઈ નેતા અહીં આવે અને એમને બોગસ મતદાર કાર્ડો અપાવીને આ ટાપુના નાગરિક બનાવી દે.

***

જો એ અમેરિકનો હશે તો

ત્યાં ટાપુ પર બેઠાંબેઠાં ગમે તેમ કરીને કોઈ મોટી ટીવી ચેનલનો કોન્ટેક્ટ કરીને એક અદ્દભૂત ‘રિઆલિટી શો’ માટે મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ કરશે.

***

જો એ તાલિબાની હશે તો

બન્ને પુરુષો પહેલા તો પેલી સ્ત્રીને બુરખો પહેરાવી દેશે. પછી જ્યારે તે છ છોકરાની મા થશે ત્યારે એની એમ કહીને મારઝૂડ કરવા માંડશે કે “તારામાં તો શયતાન છે !”

***

અને ઇન્ડિયન હશે તો

એકતાકપૂર એમના ઉપરથી 600 એપિસોડની "સંસ્કારી" સિરીયલ બનાવશે જેમાં પેલી સ્ત્રી એકને ‘દેવરજી’ અને બીજાને ‘જેઠજી’ માનીને પોતાના  ‘પતિદેવ’ની રાહ જોતી હશે…

- મન્નુ શેખચલ્લી

 

Comments