રાહુલ ગાંધીએ લોકસભાના જીવંત પ્રસારણમાં મોદી સાહેબને જે ઝપ્પી આપી દીધી, એમાં તો કેવી ચકચાર મચી ગઈ !
સોશિયલ મિડીયામં જોક્સ, કોમેન્ટ્સ અને મિમ્સની ભરમાર પછી, લો, પ્રસ્તુત છે એક પેરોડી… કલ્પના કરો કે સ્વયં રાહુલબાબા ગાઈ રહ્યા છે !
***
હંગામા હૈ ક્યું બરપા ?
ઝપ્પી હી તો દી હૈ...
ડાકા તો નહીં ડાલા
ચોરી તો નહીં કી હૈ !
હંગામા હૈ ક્યું બરપા…
***
ના-તજુરબેકારી ક્યા હૈ ?
(ના-તજુરબેકારી એટલે બિન-અનુભવ)
ના-તજુરબેકારી ક્યા હૈ ?
હૂનર કી યે બાતેં હૈં...
ઝપ્પી કો વો ક્યા જાને
પૂછો તો, કભી ‘લી’ હૈ ?
(મોદી સાહેબ સતત ઝપ્પીઓ આપતા જ રહ્યા છે. આ પહેલીવાર એમણે લેવી પડી છે !)
***
પરદા યે ચમકતા હૈ
(ટીવીના પરદા, લેપ-ટોપના પરદા, મોબાઈલના સ્ક્રીન… એ બધાની વાત છે.)
પરદા યે ચમકતા હૈ
મેરી હી શરારત સે...
‘લાઈવ’ હો ચાહે ‘ફોરવર્ડ’
હમ હૈં તો ‘લાઈફ’ હૈ !
***
જમ્હુરિયત બે-મતલબ
ભરા જિસ કા હો પૈમાના
(જમ્હુરિયત એટલે લોકશાહી. કવિશ્રી રાહુલજી કહે છે કે લોકશાહીનો કંઈ મતલબ જ ક્યાં છે ? જેના ગ્લાસ ઉર્ફે પેટ ભરેલાં છે એને લોકશાહી સાથે શું લેવાદેવા?)
જમ્હુરિયત બે-મતલબ
ભરા જિસ કા હો પૈમાના...
ચિપકા હું વો કુરસી પે
મમ્મીને જો દી હૈ !
(જોયું ? ડાકા તો નહીં ડાલા ! ચોરી ભી નહીં કી હૈ ! બોલો, ખોટી વાત છે ?)
***
‘કમલ’ પે લગે ધબ્બા
‘પ્રસ્તાવ’ કા મકસદ હૈ...
(ભલે) ‘પપ્પુ’ હમેં કહે પબ્લિક
જનતા કી હી મરજી હૈ !
***
(છેલ્લો શેર કવિશ્રીએ પોતે જે આંખ મારી હતી તેના વિશે છે)
યા હમ કો સતાને દો
યા અખિયોં મેં કહને દો...
ઉન કા હૈ અજબ રૂતબા
અપની ભી યે ‘સ્ટાઈલ’ હૈ !
હંગામા હૈ ક્યું બરપા…
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment