સંજય દત્ત આત્મકથા 'લખશે' શી રીતે?


ફિલ્મી, વેરી ફિલ્મી…

લો, ગયા અઠવાડિયે જ સમાચાર હતા કે હવે સંજય દત્ત પોતે જ પોતાની આત્મકથાની ચોપડી લખશે ! સાલું, કોઈપણ એકટર માટે લખવાનું કામ સહેલું નથી હોતું. એમાંય વળી સંજય દત્ત, જે હાલતાં ને ચાલતાં “વાટ લગ ગઈ….”’ “ઘંટા ભી પતા નહીં ચલા…” “રાડા હોનેવાલા હૈ…” એવી ભાષા બોલતો રહે છે, એ પોતાના વિશે આખી ચોપડી લખશે શી રીતે ?

જસ્ટ વિચારો, એના દિમાગમાં શું ચાલી રહ્યું હશે ?

***

ચ્યાઈલા, કિતાબ લિખને કા એનાઉન્સ તો કર ડાલા. મગર સાલા, મૈં લિખુંગા કૈસે ?

બોલે તો, શુરુ સે ચ લિખના મંગતા…
કે આ ચોપડી લખવાનો મને વિચાર કેવી રીતે આવ્યો ?

એમાં બન્યું એવું કે એક દિવસ હું પેલી ઘુંઘરાલે બાલવાલી રાઈટર વિન્નિ ડાયઝે જે કિતાબ મારી ઉપર લખી હતી, (ફિલ્મમાં યાર) એ લઈને બેઠો હતો. મને થયું કે બીડુ, સાલા દેખેં તો સહી કે ઉસ ઘુંઘરાલે બાલવાલી ને મેરે બારે મેં ક્યા લિખેલા હૈ ?

પણ યાર, કિતાબ ખોલીને જોયું તો અંદરના તમામ પાનાં કોરાં ! હાઈલા ? ઐસા કૈસે હો ગયા ? મેં ફટાફટ રાજકુમાર હિરાનીને ફોન લગાયો. “ભીડુ, યે કિતાબ કે સારે પન્ને તો કોરે હૈં !”

પતા હૈ હિરાની ક્યા બોલા ? કહેતા હૈ “સંજુ, મેરી  પિક્ચર કે બાદ તેરી ઈમેજ ભી એકદમ કોરે પન્ને કી માફિક હો ગૈલી હૈ ના ?”

***

પછી મેં કિતાબનું નામ વાંચ્યું. ઇંગ્લીશમાં લખેલું હતું “KUCHH TOH LOG KAHENGE”… સાલા, યે પઢ કે હી મેરે દિમાગ મેં લાઈટ હુઆ કિ એક દિન એક ફોરેનર મેરે કુ ક્યા બોલા રૈલા થા !

વો કહેતા થા “સાન્જુ… આઈ લાઈક યોર ઠાઈઠલ… કૂચ ટોહ લોગ ખાહેન્ગે !!”

ચ્યાઈલા, એક તો કોરાં પન્નાંવાલી કિતાબ અને ઉપરથી ઇંગ્લીશમાં બોલે તો ખબર બી ના પડે એવું નામ ! મૈં ને ડિસાઈડ કર લિયા કે અપુન કી કિતાબ કા નામ ઇંગ્લીશ મેં ચ રહેંગા : સંજય દત્ત, ધ ઇનોસેન્ટ સ્ટાર…

ક્યા પતા, કિતાબ પઢકર મેરે કુ કહીં હોલીવૂડ મેં કોઈ માસૂમ ‘ચાઈલ્ડ આર્ટિસ્ટ’ કા રોલ મિલ જાવે !

***

પણ કિતાબમાં લખવું શું ? શરૂઆત ક્યાંથી કરવી ? વિચારતાં વિચારતાં દિમાગનું દહીં થઈ ગયું. પછી અચાનક યાદ આવ્યું કે યાર, હિરાનીએ તો મારી લાઈફ ઉપર જ ફિલમ બનાવી છે ને ? તો એ ફિલમ ઉપરથી જ કિતાબ લખી નાંખુ ને !

હું ફટાફટ ડીવીડી પ્લેયરમાં લગાડીને ફિલમ જોવા બેસી ગયો. પણ યાર, આમાં મોટો ઝોલ થઈ ગયો !

હું મારા મોમ-ડેડને તો ઓળખી ગયો પણ સાલો, પેલો કમલેશ કપાસી કોણ હતો ? સાલા, મેરે કુ યાદી ચ નંઈ આ રૈલા, કે ઐસા કૌન સા મેરા ગુજરાતી જીગરી દોસ્ત થા ? હાં, શાયદ ઐસા કોઈ હો સકતા હૈ જિસ કી ગર્લ-ફ્રેન્ડ કો મૈં ને ચ ઘપાઘપ કર ડાલા હો… (કારણ કે હિરાની મારો ‘સ્કોર’ બહુ સારી રીતે રાખતો હતો) પણ યાર, આ કપાસી કોણ ?

***

એમ તો પેલી પારસી છોકરી રૂબી બી યાદ નથી આવતી ! (400થી વધારેનું ટોટલ હોય તો કંઈ ‘એકસ્ટ્રા’ રનનો હિસાબ થોડી યાદ આવે?) ઉપરથી મેં પિકચરમાં જોયું કે એનો બાપ મરી ગયો છે અને રૂબી બી લગન કરીને લંડન જતી રહી છે.

ચલો છોડો, અપુન કા કિતાબ મેં એકાદ લવ-સ્ટોરી કમ લિખેંગે…

મગર સાલે, ઉસ ડ્રગ-ડિલર કા ક્યા, જો ખુદ ગ્લુકોઝ પાવડર લગાકર ટલ્લી હોને કા નાટક કરતા થા ? મેરે કુ અસલી પાઉડર પિલા કે મેરે સે ડબલ પૈસા નિકાલ લેતા થા ? મૈં ને ઉસ કો મુંબઈ મેં ભોત ઢૂંઢા… પુલીસ કો ભી પૂછા કે “વો ગ્લુકોઝ પાઉડરવાલા ડિલર આજકલ કિધર હૈ ?” મગર મેરે કુ ઠીક સે ઇન્ફરમેશન નંઈ મિલા.

***

અચાનક એક દિન મેરે કુ ‘સૂત્રોં’ સે પતા ચલા કિ સાલા, ફિલમ મેં તો થોડા બહોત કાલ્પનિક-શાલ્પનિક ચલ જાતા હૈ, મગર કિતાબ મેં તો ‘રિયાલીટી’ હોના મંગતા !

ચ્યાઈલા અબી મૈં રિયાલિટી કિધર સે લાઉં ?

ચલો, દેખતા હું, વો D N ત્રિપાઠી કો ઢૂંઢતા હું, જિસ ને મુઝે ગાંધીબાપુ કે સાથ કંપેર કિયા થા. શાયદ વો મેરે દિમાગ કે કેમિકલ લોચે મેં સે ‘રિયાલિટી’ ઢૂંઢ કર નિકાલ સકે…

- મન્નુ શેખચલ્લી

Comments