મુંબઈમાં ધોધમાર વરસાદ પડી ગયો એ દરમ્યાન આપણા પારસી પેસ્તનજીએ મસ્ત શાયરીઓ લખી નાંખી છે ! સાંભળો…
***
ગીલા મુઝે મુંબઈ કી
બરસાટ કા નહીં હૈ…
સાચું કેવસ…
ગીલા મુઝે મુંબઈ કી
બરસાટ કા નહીં હૈ,
ગીલા મેરા પાયજામા હૈ
જો અબી ટલક સુખા નહીં હૈ!
***
બરસોં પુરાને ડસ્ટુર પે
આજ પાની ફિર ગયા…
(સું વાત કરો ચ, બાવાજી?)
હાં, બરસોં પુરાને ડસ્ટુર પે
આઝ પાની ફિર ગયા…
‘ડસ્ટુર રોડ’ કા પાટિયા
ટુફાન મેં ગિર ગયા !
***
બારિસ મેં પટા નંઈ ચલા
કિ વો કિટની રોટી ઠી
અરેરે…
બારિસ મેં પટા નંઈ ચલા
કિ વો કિટની રોટી ઠી…
એ ટો ભીના ચશ્મા
સાફ કિયા ટબ ડેખા,
કિ ચાર પંજાબી રોટી ઠી !
***
મુંબઈ મેં બારિસ બોટ હોટા હૈ
ફિર ભી બોટ કમ હોટા હૈ..
(ટમે સમજિયા કે નીં?)
મુંબઈ મેં બારિસ બોટ હોટા હૈ
ફિર ભી BOAT કમ હોટા હૈ !
***
મુજ પર યે ઇલ્જામ હૈ
કિ મૈં ‘બટાટા’ હું…
સચ્ચાઈ યે હૈ કિ મૈં
બારિસ મેં સબ કો
રાસ્ટા બટાટા હું !
***
(લાસ્ટમાં એક ગુજરાટી સાયરી, હાં કે !)
ડેડકાઓ બી સું ઉલ્લું બનાવે ચ
“ડ્રાઉન્... ડ્રાઉન્...” કરે ચ,
પન સાલા, ડૂબટા તો છે નઠી !
બચ્ચાં લોગ બી પાનીમાં
“રમ… રમ…” કરે ચ, પન
જરી ગિલાસ ભરીને આપો
ટો “વ્હિસ્કી” બી પીટાં નઠી !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment