ફિલ્મી, વેરી ફિલ્મી. . . .
2018નું અડધું વરસ પત્યું. એમાં જે ફિલ્મો આવી ગઈ એમાં 'ખરેખર' શું હતું? જાણવા માટે માત્ર બબ્બે મિનિટની ઝલક કાફી છે ! જુઓ...
***
ટ્યૂબલાઈટ
ઓમપુરી : અગર ઇન્સાન ઠાન લે તો વો પહાડ ભી હિલ સકતા હૈ.
સલમાન : ચાચુ, મૈં પહાડ હિલાઉંગા !
(એવામાં ધરતીકંપ થાય છે. પહાડ હલે છે)
સલમાન : દેખા ? મૈં ને પહાડ હિલ દિયા ! અબ મૈં પુરે ઇન્ડિયા કી બોક્સ-ઓફિસ હિલ ડાલુંગા !
ઓમપુરી : (મનમાં) ઘોંચું, તું ટયુબલાઈટ હી રહેગા....
***
પેડમેન
અસલી પેડમેન : મૈં સિર્ફ 2 રૂપિયે કે સેનિટરી પેડ બનાઉંગા.
અક્ષયકુમાર : મૈં ઉસ કે ઉપર ફિલ્મ બનાઉંગા.
ભારતની મહિલાઓ : પણ બે રૂપિયાવાળાં પેડ મળે છે ક્યાં ?
અક્ષયકુમાર : મારી ફિલ્મ જુઓને ! એમાં જોવા તો જરૂર મળશે !
***
102 નોટ-આઉટ
અમિતાભ : (રીશીકપૂરને) ચલો બેટા, મૈં તુમ્હેં લાઈફ જીના સિખાતા હું !
રીશીકપૂર : બાપા, હું 67 વરસનો થયો, મને આટલા વરસમાં જે રીતે આવડી એ રીતે મને જીવવા દો ને !
અમિતાભ : નાંઈ ઈ ...! તુમ્હેં સીખના પડેગા ! વરના મૈં તુમ્હેં વૃદ્ધાશ્રમ ભેજ દુંગા।
રીશીકપૂર : (હાથ જોડીને) સારું બાપા, શીખવાડો।
અમિતાભ : હાહાહા... દેખો, લાઈફ જીને કે લિયે ડાન્સ કરો, ગાના ગાઓ, ઘુમા, ફિરો, પૌધોં કો પાની ડાલો, અમેરિકાવાલે બેટે સે ઝગડો, ઉસે અપની જાયદાદ સે બે-દખલ કર દો, હસો, ચિલ્લાઓ, કૂદો, ડ્રામાબાજી કરો, સબ કો પરેશાન કરો..
રીશીકપૂર : બાપા, તમે મને જીવવાનું નહીં, ઓવર-એક્ટિંગ કરવાનું શીખવાડી રહ્યા છો !
અમિતાભ : આંય... ?
***
ટાઇગર જિંદા હૈ
બોસ : ટાઇગર, ટાઇગર... સીરિયા કી એક હોસ્પિટલ મેં 58 નર્સ ફંસ ગઈ હૈં. તુમ્હે ઉન્હેં નિકાલના હોગા.
સલમાન : યસ બોસ !
(સલમાન જાય છે અને ધડાકા - ભડકા કરીને નર્સોને છોડાવી લાવે છે)
બોસ : વેરી ગુડ. અબ એક કામ કરો. અમરનાથ યાત્રા મૈં 700 યાત્રાળુ ફંસ ગયે હૈ. ઉન્હેં નિકાલ કે લાઓ.
સલમાન : એ બોસ, મૈં 'રો' કા એજન્ટ હું... કોઈ સુષમા સ્વરાજ નહીં હું, સમજે ?
***
ધ ગાઝી એટેક
વિક્રાંત સબમરીનનો કર્મચારી : સર, સર, પાકિસ્તાની સબમરીન આપણી તરફ આવી રહી છે... સર, સર, એ હવે આપણી જમણી બાજુ છે... સર, સર, હવે એ ડાબી બાજુ છે... સર, સર, ગાઝી આપણી ઉપર છે... સર, સર, ગાઝી આપણી નીચે છે... સર, સર...
રાણા દગ્ગુબાતી : એ ટોપા ! મગજની નસ ખેંચવાનું બંધ કર ને ? એક તો સબમરીનના આ સાંકડા સેટમાં સરખી રીતે ચાલવાની યે જગા નથી ! ઉપરથી ચારે બાજુએથી વરસાદનું પાણી લીક થાય છે... એનું કઈંક કર ને !
કર્મચારી : પણ સર, ગાઝી ?
દગ્ગુબાતી : ટોપા, એ તો એક-બે સ્પેશ્યિલ ઈફેક્ટમાં એની મેળે જ ઉડી જશે !
***
રાઝી
મહેશભટ્ટ : (આલિયા ભટ્ટને) બેટા, પાકિસ્તાની આર્મી ઓફિસરને પરણીને એના ઘરમાં ઘૂસીને, એના સસરા, જેઠ, બધાની જાસૂસી કરીને તેં તો કમાલ કરી નાંખી !
પણ મને એ તો કહે, કે પાકિસ્તાન તેની ગાઝી સબમરીન વડે ભારતના વિશાખાપટ્ટનમ ઉપર હુમલો કરવા માંગે છે એવી ખતરનાક ટોપ સિક્રેટ ઇન્ફર્મેશન તને ઘરમાં બેઠાં બેઠાં શી રીતે મળી ગઈ ?
આલિયા ભટ્ટ : ડેડી, એમાં એવું છે, કે હું પરણીને પાકિસ્તાન ગઈ ને, એ પહેલાં મૈં 'ગાઝી' ફિલ્મની ડીવીડી જોઈ લીધી હતી !
***
રેસ-3
રમેશ તૌરાની (પ્રોડ્યૂસર) : ઢીશૂમ, ઢીશૂમ.... વ્હુરુરૂરૂમ... વ્હુરુરૂરૂમ... ઢીશૂમ ઢીશૂમ... ઘી એન્ડ !
ચલો, આનંદમેળાના ચક્ડોળમાંથી નીચે ઉતરો, તમારા 250 રૂપિયા પતી ગયા !
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment