બારમા પછીની શાયરીઓ...


બારમા ધોરણનાં રિઝલ્ટો  આવી ગયાં… હવે આગળ શું ?

જે સ્ટુડન્ટો બિચારા આ ‘ટકા’ની રેસમાં પાછળ રહી ગયા છે એમની હાલતની કોઈએ કલ્પના કરી છે ખરી ?

પ્રસ્તુત છે એમનાં કન્ફ્યુઝનને વાચા આપતી, 34 ટકા માર્કસ અને 10 ટકા ગ્રેસિંગ મેળવનારી, પ્રાસ વિનાની શાયરીઓ…

***

થોડી ઘણી ‘હોપ’ છે

પણ ચારેબાજુ

મોટી મોટી ‘તોપ’ છે…

શોધો એ હરામખોરોને

જે કહેતા હતા

સાયન્સમાં બહુ ‘સ્કોપ’ છે !

***

90 ટકાવાળા લકી છે

કારણ કે એમની કરિયરમાં

કોઈ પ્રોબ્લેમ જ નથી,

40 ટકાવાળા બી લકી છે

કારણ કે એમને તો

કેરિયરની પડી જ નથી !

60 ટકાવાળા ‘કુલ’ છે

કારણ કે એમની કોલેજોમાં

‘અટેન્ડન્સ’ જ નથી !

ભરાયાય તો 70-80 પરસેન્ટવાળા

એમની લાગી છે વાટ

જ્યાં જશે ત્યાં લાગશે…

યાર, ક્યાંક ફસાયા તો નથી ને ?

***

છોકરાઓની કરિયરનો આધાર…

10 ટકા બાપનો ધંધો

10 ટકા બોસનો બિઝનેસ

10 ટકા ગધ્ધા મજુરી

10 ટકા પ્રમોશન

1 ટકા નસીબ

અને…

59 ટકા ભાવિ સસરાની પ્રોપર્ટી !

બકા, કોલેજ શોધવાનું છોડ. અત્યારથી પૈસાવાળો સસરો શોધવા માંડ !

***

છોકરીઓની કરિયરનો આધાર…

30 ટકા બ્યુટી

30 ટકા સ્માઈલ

30 ટકા સ્માઈલ

9 ટકા લક

અને 1 ટકા ટેલેન્ટ !

પણ કોની ? અરે, થનારા પતિની !

બેસ્ટ લક.

- મન્નુ શેખચલ્લી

Comments