સ્વિસ બેંન્કાં કડકી હો ગૈલી કયા?


“સાત હજ્જાર કરોડ ?” છાપામાં સમાચાર વાંચતાં જ કલ્લુ કાણિયાની (એક) આંખ ચમકી ઊઠી. એણે તરત જ એના ઉસ્તાદ શકીલ શાણાને છાપું બતાડતાં કહ્યું :

“ઉસ્તાદ, દેખા ? ઇન્ડિયા કી પબલિક ને સ્વીસ બેન્કાં મેં 7000 કરોડ જમા કિયે !”

“બસ ?” શકીલ શાણો જરાય ઇમ્પ્રેસ ના થયો. “ઇત્તા સા જ ચિલ્લર ?”

“ચિલ્લર ?” કલ્લુ કાણિયો બગડ્યો. “સાલે, તેરી પોટલી કે પૈસે કી ઉધારી મૈં ચૂકતા કરતા હું. ઔર યે 7000 કરોડ તેરે કુ ચિલ્લર લગ રૈલે?”

“અબે કાણિયે, 7000 કરોડ બોલે તો ક્યા ? અપના વિજય માલિયા અકેલા ચ 9000 કરોડ કા કર કે ચલા ગૈલા હૈ.”

“તો ?” કલ્લુ કાણિયાએ દલીલ કરી. “ઉસ મેં લોસ તો ઇન્ડિયા કા ચ હુવા ના ?”

“કિધર સે, કાણિયે ? ઉસ કે સામણે માલિયે કી 13,900 કરોડ કી પ્રોપર્ટી બી જપત કર ડાલેલી હૈ ના?”

“હાં… વો ભી હૈ.” કાણિયો ઢીલો પડ્યો પણ બીજી જ મિનિટે ટટ્ટાર થઈ ગયો. “શાણે, મેરે કુ ઉલ્ટી પટ્ટી મત પઢા. વો નીરવ મોદી ભી 13,500 કરોડ કી ટોપી પૈના કે ગૈલા હૈ. તો સાલા, વલ્લમ હો ગયા ના?”

“વલ્લમ ? વો ક્યા હોતા હૈ ?”

“વલ્લમ બોલે તો, આમણે-સામણે છેદ ઉડ ગયા ના ? જિત્તા આયા, લગભગ ઉત્તા ગયા… ઉપર સી 9000 કરોડ કી ટોપી તો વૈસી ચ ખડેલી ના ?”

શકીલ શાણો વિચારમાં પડી ગયો. માચિસ વડે હોલવાઈ ગયેલું સિગારેટનું ઠુંઠું ફરી સળગાવતાં એ બોલ્યો. “જો ભી હૈ કાણિયે, અપણી ઇન્ડિયન બેન્કાં સ્વીસ બેન્કાં સે જ્યાદા ખમતીધર હૈંગી.”

“વો કૈસે?”

“બોલે તો, ખરાબ લોન કે નામ પે ટોટલ 1 લાખ 25000 કરોડ કી ટોપી ફિર ગૈલી હૈ, ફિર ભી દેખ, કોઈ બેન્ક અબી તલક કાચી પડી ?”

“હાં સ્સાલા, વો ભી હૈ…”

“ઇસીલિયે બોલતા હું કાણિયે, 7000 કરોડ કા આંકડા સુણ કે ઇત્તા ઉછલને માંડને કી જરૂરત નંઈ હૈ.”

“લેકિન શાણે ઉસ્તાદ, વો મોદી જો સ્વીસ બેન્કાં સે લાકર અપુન કે ખાતે મેં 15-15 લાખ ડાલનેવાલે થે, ઉસ કા ક્યાં હોએંગા ?”

“વો છોડ… મેરા તો સાલા, એક ડ્રિમ તૂટ ગૈલા રે…”

“ડ્રિમ બોલે તો?”

“કાણિયે, અપુન કા સપના થા કે જિન્દગી મેં અપુન એક બાર તો સાલી, કોઈ સ્વીસ બેન્ક લૂટેંગા… મગર યે સાલી સ્વીસ બેન્કાં તો કડકી હો ગૈલી, બાપ !”

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment