દિલ્હીમાં ચાલી રહેલા કેજરીવાલનાં ધરણાં ‘બિગ-બોસ’ની જેમ ટીવીમાં લાઈવ બતાડવા જેવા હતા !
કલ્પના કરો, કેવાં કેવાં દ્રશ્યો જોવા મળ્યાં હોત…
***
કેજરીવાલ, સિસોદિયા અને અન્ય એક બે મંત્રીઓ દિલ્હી રાજભવનના સોફાઓ ઉપર આડા પડ્યા છે.
થોડી વારે સિસોદિયા ધીમા અવાજે કહે છે “કેજરીવાલજી, યાદ કરો… એક જમાને મેં હમ સડકોં પે ધરના દિયા કરતે થે… આજ એસી રૂમ મેં ધરને દે રહે હૈ !”
એક મંત્રી તરત બોલી ઊઠે છે “સહી હૈ, દેશ પ્રગતિ કર રહા હૈ !”
પણ કેજરીવાલજી છંછેડાઈ જાય છે. “ચુપ ! ચુપ ! ઐસે તો સારા ક્રેડિટ મોદીજી લે જાયેંગે !!”
બધા માથું ખંજવાળતાં ફરી સોફાઓ ઉપર લાંબા થઈ જાય છે.
***
રાતનો સમય છે. સૌ એ જ રૂમમાં સોફા ઉપર, ફર્શની કારપેટ ઉપર, એમ વાંકાચૂકા સૂતા છે.
એવામાં સિસોદિયા અચાનક જાગીને જોર જોરથી પીઠ ખંજવાળવા લાગે છે.
“ક્યા હુઆ ?” કેજરીવાલ પૂછે છે.
“લગતા હૈ, ખટમલ હૈ…”
કેજરીવાલ ગુસ્સામાં બબડવા લાગે છે “યે મોદીજી કી ચાલ હૈ… અબ હમારા ધરના તોડને કે લિયે ઉન્હોં ને ખટમલ ભિજવાયે હૈં !”
“નહીં સર, વો તો મચ્છર થા.” એક મંત્રી કહે છે.
કેજરીવાલ તરત જ આરોપ બદલી નાંખે છે. “દેખા ? હમારે સ્વાસ્થ્ય મંત્રાલય કો બદનામ કરને કે લિયે યહાં દવાઈયાં હી નહીં છિડકવાઈ હૈ !”
“તો ક્યા કરેં સર ? બાહર સડક પર જાકર ધરના દેં ?”
કેજરીવાલ તરત જ સતર્ક થઈ જાય છે. “નહીં, વહાં તો બહોત જ્યાદા મચ્છર હોંગે… મગર ધ્યાન રહે ! યે બાત મિડિયા મેં કોઈ નહીં બોલેગા !”
બધા આમ તેમ ખંજવાળતા ફરી સૂઈ જાય છે.
***
આડા પડી પડીને બધા કંટાળ્યા છે. સિસોદિયા બગાસું ખાતા કહે છે “કેજરીવાલજી, પાંચ દિન હો ગયે… અબ કિતને ધરને કરેંગે ?”
કેજરીવાલ સ્વેટર સરખું કરતાં કહે છે “જબ તક હમેં ‘સ્ટેટ’ કા દર્જા નહીં મિલ જાતા, ધરના ખતમ નહીં હોગા.”
એવામાં અંદરથી એક અફસર આવીને કહે છે “ગવર્નર સાહબ સ્ટેટ કા દર્જા દેને કે લિયે રાજી હો ગયે હૈં !”
“ક્યા બાત હૈ !”
“હાં, મગર વો કહતે હૈં કિ આપ કો ‘સ્ટેટ ઓફ પરમેનેન્ટલી ડિસ્ટર્બડ માઈન્ડ’ કા દર્જા દેં… તો ચલેગા ?”
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment