ગરમીનાં 'પકાઉ' વન લાઈનર્સ !


ગુજરાતની ગરમીમાં ભલભલાનાં દિમાગ પાકી ગયાં છે ત્યાં વન-લાઈનર્સ પણ ‘પકાઉ’ જ નીકળે ને…

***

ઉનાળામાં ચંદ્રમુખીની વેલ્યુ કેમ ઘટી જાય છે ?

- કારણ કે ‘પારો’ બહુ ઊંચે હોય છે !

***

એસી બનાવનારા ક્યારથી ભાગલાવાદી બની ગયા ?

- જ્યારથી એમણે ‘સ્પ્લીટ’ એસી બનાવવા માંડ્યાં !

***

ઉનાળામાં બરફગોળા બહુ ઈમોશનલ કેમ બની જતા હોય છે ?

-   કારણ કે બિચારા બહુ જલ્દી પીગળી જાય છે.

***

ઉનાળામાં જ્યાં જુઓ ત્યાં ‘કરોડપતિ’ની સિઝન ચાલતી હોય એવું કેમ લાગે છે ?

- કારણ કે ટુ-વ્હીલરની દરેક સીટ ‘હોટ-સીટ’ બની જાય છે !

***

ફ્રીજની બહાર રહી ગયેલી ચોકલેટો કેમ સેક્સી કહેવાય છે ?

-    કારણ કે તે ‘હોટ-ચોકલેટ’ બની જાય છે !

***

વેકેશનમાં પિયરમાં બેઠાં બેઠાં પતિ ઉપર સતત પ્રેશર રાખવાની ટેકનિકને શું કહે છે ?

-  પિયર પ્રેશર !

***

પત્નીઓ પતિ ઉપર આ જાતનું પ્રેશર રાખવાનું ક્યાંથી શીખી લાવે છે ?

- અમદાવાદની ‘માઈકા’ ઇન્સ્ટીટ્યૂટમાંથી !

***

હવામાન ખાતું અને મોબાઈલ એ બેમાંથી વધારે ક્વોલીફાઈડ કોણ છે ?

-  મોબાઈલ. કારણ કે તે હંમેશાં વધારે ડીગ્રીઓ બતાડે છે.

***

કાશ્મીરમાં દાલ સરોવરનું નામ ક્યારે બદલાઈ જાય છે ?

-   જ્યારે તડકો પડે છે ત્યારે ! તે વખતે એ ‘દાલ-તડકા’ બની જાય છે.

***

અમદાવાદની છોકરીઓ ઉનાળામાં પોતાની ‘પહેચાન’ કેમ ગુમાવી બેસે છે ?

-  કારણ કે બધી પોતાના ચહેરા પર દુપટ્ટો બાંધીને નીકળે છે !

***

અને રાજકોટની ભવ્ય પરંપરાને સૌથી વધુ નુકસાન કયા લોકો પહોંચાડી રહ્યા છે ?

- બપોરે 1 થી 4 દરમ્યાન ‘કામ’ કરનારા લોકો !

- મન્નુ શેખચલ્લી

Comments