ગુજરાતનો ઉનાળો રેકોર્ડ તોડી રહ્યો છે. આકાશમાંથી એકસામટી 43-44 ડિગ્રીઓ વરસી રહી છે !
આમ જોવા જાવ તો ઉનાળા પાસે 50થી વધુ ડિગ્રીઓ હોવાની સંભાવના છે પણ અમે એમાંથી થોડી ‘સર્ટિફાઈડ ઉનાળુ ડિગ્રીઓ’ શોધી કાઢી છે.
***
SSC = શેહજાદા ઓફ સુલગતા સેન્ટિગ્રેડ
HSC = હરામજાદા ઓફ સુલગતા સેન્ટિગ્રેડ
***
BSC = બાપ ઓફ સુલગતી ચિમની
MSC = મહાબાપ ઓફ સુલગતી ચિમની
***
BA = ભયંકર અંગારાકર
MA = માથાંફાડ અંગારાકર
***
BBA = ભાઈ ભાભી ઓફ અંગારા
MBA = માઈ બાપ ઓફ અંગારા
***
BCA = બાદશાહ ઓફ ચચરતા અંગારા
MCA = મહારાજા ઓફ ચચરતા અંગારા
***
MBBS = માં બદૌલત ઓફ બપોરના સિસકારા
FRCS = ફળફળતા રોડવાલા એન્ડ ચળકતી સડકવાલા
***
BEd = બફાયેલી એનર્જીના દાદા
MEd = મરિયલ એનર્જીના દાદા
***
LLB = લોર્ડ ઓફ લૂ એન્ડ બવંડર
LLM = લોર્ડ ઓફ લાવા એન્ડ મૌત
***
MD = માસ્ટર ઓફ દઝાડવું
MS = માસ્ટર ઓફ સળગાવવું
***
Ph.D = ડોક્ટર ઓફ ફળફળતું
M.Phil = માસ્ટર ઓફ ફળફળતા લબાચા
***
CA = ચેમ્પિયન ઓફ આગ
CS = ચેમ્પિયન ઓફ સગડી
***
B.Des = બાહુબલિ ઓફ ડિસ્ટ્રકશન
M.Des = મહાબલિ ઓફ ડિસ્ટ્રકશન
***
તમારે જો આવા ખતરનાક ડિગ્રીધારી ઉનાળા સામે કચકચાવીને ટક્કર લેવી હોય તો એના માટે અમુક ‘એન્ટ્રન્સ એક્ઝામો’ પણ છે ! જુઓ…
IIT = ઈન્ડીયન ઇમ્તેહાન ઓફ ટેમ્પરેચર
JEE = જલજલા એન્ટ્રન્સ એકઝામ
CAT = ચચરાટી ઈન આંધી તૂફાન
GUJCAT = ગુજરાતી ચચરાટી ઈન આંધી તૂફાન
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment