આખરે સલમાન ખાનને જામીન મળી ગયા. છતાં જોધપુરની જેલમાં તેણે બે રાત તો ગુજારવી જ પડી. એ પણ આસારામની બાજુની ખોલીમાં…
દરમ્યાનમાં શું શું બન્યું હશે ? સાંભળો સલમાનના જ ફેમસ ડાયલોગ્સમાં….
***
મસલ દેખા હૈ…
જેલની ખોલીમાં ઘૂસતાં જ બે ચાર મચ્છરો સલમાનના કાન પાસે આવીને ગણ ગણ કરવા લાગ્યા. “જા…. જા…. તું સલમાન છે જ નહીં ! કોઈ ડુપ્લીકેટ… લાગે છે !”
સલમાને તરત જ એનું શર્ટ કાઢી નાંખ્યું ! બાવડાં ફૂલાવીને એ બોલ્યો “મસલ દેખે હૈં, યે મસલ્સ ? …. મસલ કે રખ દૂંગા !”
પણ એ જ વખતે એક મચ્છરે સલમાનની બોચીમાં ચટકો ભરી લીધો !
સલમાનને બૂમ પાડી “અબે શયતાન ! પીછે સે ક્યા વાર કરતા હૈ ? સામને આ !”
મચ્છર કાન પાસે આવીને ‘કિક’નો ડાયલોગ બોલી ગયો “તુમ ડેવિલ કે પીછે, ડેવિલ તુમ્હારે પીછે… વોટ એ ફન !”
***
ઇતને છેદ
જેલમાં પહેલી રાત ગુજાર્યા બાદ સલમાનની હાલત ખરાબ હતી. બંને હાથ વડે પીઠ ખંજવાળતાં તે એક ચોક્કસ પોઈન્ટ સુધી પહોંચી શકતો નહોતો.
સવારે જેલરે આવીને પૂછ્યું “ક્યા હુઆ ?”
સલમાને વાંકાચૂકા થતાં કહ્યું “મચ્છરોં ને હમારી બોડી પે ઈતને છેદ કિયે હૈં, કિ સમજ મેં નહીં આતા, કહાં ખુજલાયેં ઔર કહાં થૂક લગાયેં !”
***
જેલ સે ડર નહીં લગતા…
બીજી રાત પણ ખરાબ વીતી. સવારે જ્યારે જેલર સાહેબ રાઉન્ડ મારવા આવ્યા ત્યારે એમણે પૂછ્યું “સલમાન, અગર બેઈલ નહીં મિલી તો ક્યા કરોગે ?”
સલમાને મોં બગાડીને કહ્યું “જેલ સે ડર નહીં લગતા સાહબ, જેલ કે પડોસી સે ડર લગતા હૈ… કલ રાત કો હમેં પૂછ રહા થા, ક્યા અબ ભી તુમ વર્જિન હો ?”
***
ડોન્ટ અંડરએસ્ટિમેટ…
આખરે જ્યારે જામીન મળી ગયા પછી સલમાન બહાર નીકળ્યો ત્યારે એના પાડોશી કેદીએ કહ્યું :
“સલમાન આમ તો હું બધાને જ્ઞાન આપતો ફરું છું. પણ યાર, આટલી સહેલાઈથી છૂટવા માટે મને કંઈ જ્ઞાન આપતો જા.”
સલમાને કહ્યું “જિંદગી મેં કભી તીન ચીજોં કો અંડરએસ્ટિમેટ મત કરના…”
“પાવર ઓફ કોમનમેન?” પાડોશીએ ભોળાભાવે પૂછ્યું.
“નહીં,… પાવર ઓફ હિરન, પાવર ઓફ ફૂટપાથ-મેન એન્ડ .... પાવર ઓફ શીલાજીત !”
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment