યુનાઈટેડ નેશન્સે દુનિયાના 257 આતંકવાદીઓનું લિસ્ટ બહાર પાડ્યું છે. એમાં દાઉદ ઈબ્રાહિમ સહિત પાકિસ્તાનનાં 139 ટેરરિસ્ટોનાં નામ છે.
હવે જુઓ, કરાચીમાં બેઠેલા દાઉદના બંગલે આની શી અસર થાય છે....
***
દાઉદ સવાર સવારના એની રિવોલ્વર સાફ કરતો બેઠો છે. ત્યાં એક ચમચો આવે છે.
“દાઉદભાઈ, યે સર્ટિફાઈડ કો ઉર્દૂ મેં ક્યા કહેતે હૈં ?”
“ક્યું ? તેરે કો ક્યા કરને કા ?”
“નંઈ ભાઈ, વો યુએનને આપ કો, બોલે તો હિન્દીમેં ક્યા બોલતે, ‘પ્રમાણિત’ કિયા ના, તો-”
“તો?”
“તો અબી આપ કે વિજિટીંગ કાર્ડ પે, લેટરહેડ પે, વેસબાઈટ બે, ડી કંપની મેં… સબ જગા આપ કે નામ કે નીચે લિખેંગે ના… 'સર્ટિફાઈડ ટેરરિસ્ટ' બાય યુએન!”
- દાઉદે રિવોલ્વર છૂટ્ટી મારી.
***
હજી બપોર થઈ ત્યાં બીજો ટપોરી આવ્યો. દાઉદ તે વખતે જમતો હતો.
“દાઉદભાઈ, આપ કા યુએન મેં કોઈ પહેચાન હોએંગા ના ?”
“ક્યું ? ક્યા કામ હૈ ?”
“કામ તો…. બસ ઐસા હૈ કિ વો 257 ટેરરિસ્ટોં કી લિસ્ટ નિકાલેલી હૈ ના, વો સબ કે ફોન નંબર મિલ જાતે તો…”
“અબે, સારે ટેરરિસ્ટોં કે ફોન નંબર લે કે તેરે કુ ક્યા કરને કા ?” દાઉદની ખોપડી ગરમ થઈ ગઈ.
“બોલે તો ભાઈ, એક મસ્ત વોટ્સએપ ગ્રુપ બના ડાલતે હૈં ના ? સબ કુ સુબહ સુબહ ગુડમોર્નિંગ કરને કા, શામ કો શબ્બા ખૈર…”
- દાઉદે છૂટ્ટી થાળી મારી !
***
સાંજના ટાઈમે દાઉદ પોતાની કટાઈ ગયેલી AK47 ઓઇલિંગ કરી રહ્યો હતો ત્યાં એક ભાઈ આવ્યા.
“નમસ્તે દાઉદભાઈ ! કેમ છો ! મેં ગુજરાત સે આયા હું, ભંગારવાલા હું.”
“અચ્છા, તુમ્હારા નામ ભંગારવાલા હૈ.”
“નંઈ નંઈ, હમેરા કામ ભંગાર કા હૈ. કબાડીવાલા બોલતે ને, વો ! અબી ક્યા હૈ, વો જો UNને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો કા લિસ્ટ બહાર પાડા હે ને, વો હૈ આપ કે પાસ ?”
“અભી આપ કો ક્યા કરના હૈ ?” દાઉદે દાંત ભીંસ્યા.
“નંઈ, હમેરે કુ તો ખાલી એડ્રેસ, ને ઈ-મેઈલ વગેરે જ ચાહિયે.”
“ક્યા કરોગે ઉસકા ?”
“અબી દેખો, તુમેરા આતંક કા ધંધા તો ચોપટ હો ગયા ને ? ઇન્ડિયા મેં તો સબ હૂમલા પાકિસ્તાની આર્મી કો કરના પડતા હૈ. કાશ્મીર મેં તો પથ્થર સે કામ ચલ જાતા હૈ… તો ક્યા હૈ, યે તુમેરા જો બોમ્બ, પિસ્તોલ, મશીનગન સબ પડા પડા કટા જાવે.... ઉસ કે પહેલે ભંગાર મેં બેચને કા હૈ ?”
- દાઉદે AK47 છૂટ્ટી મારી…
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment