ગુજરાતી ડાયલોગ્સનું ઈંગ્લીશમાં ડબિંગ!

ઇંગ્લીશ ફિલ્મોનું હિન્દીમાં ડબિંગ થઈને આવે છે, તો યાર, આપણી ગુજરાતી ફિલ્મોનું ઇંગ્લીશમાં ડબિંગ કેમ નથી થતું ?

જરા વિચારો, આપણા ટિપિકલ ગુજરાતી સંવાદોનું જ્યારે અંગ્રેજી થાય ત્યારે ‘શું’ નું ‘શું’ થઈ જાય ?

***

ગુજરાતીમાં

એય ! તારી માએ જો સવાશેર સૂંઠ ખાધી હોય તો સામે આવ !

ઇંગ્લીશમાં

હેય ! ઇફ યોર મધર હેઝ ઈટન 750 ગ્રામ્સ ઓફ જિંજર પાવડર, ધેન કમ ઈન ફ્રન્ટ ઓફ મિ !

***

ગુજરાતીમાં

ખબરદાર ! જો કોઈ પોતાની જગાએથી હલ્યું છે તો આ બેનાળી કોઈની સગી નહીં થાય !

ઇંગ્લીશમાં

બિવેર !! ઇફ એની બડી મુવ્સ ફ્રોમ હિઝ ઓવ્ન સ્પેસ, ધેન ધીસ ડબલ-બેરલ વિલ નોટ બિકમ એની બડીઝ રિલેટીવ !

***

ગુજરાતીમાં

દિકરી, ચિંતા કર મા… ઉપર હજાર હાથવાળો બેઠો છે. એ સૌ સારાં વાનાં કરશે.

ઇંગ્લીશમાં

ડોટર, ડોન્ટ વરી… થાઉઝન્ડ હેન્ડેડ પરસન ઈઝ સિટીંગ એબોવ… હિ વિલ ડુ ઓલ ગુડ રેસિપીઝ !

***

ગુજરાતીમાં

ધરપત રાખજો મારા બાપ, હું તમારો વાળ પણ વાંકો નહિં થવા દઉં !

ઇંગ્લીશમાં

કીપ પેશન્સ માય ફાધર, આઈ વિલ નોટ લેટ ઈવન યોર હેર ટુ બિ ટર્ન્ડ !

***

ગુજરાતીમાં

તને બે ઘડીમાં ધૂળ ચાટતો ના કરી દઉં તો મારું નામ ભૂરો નહીં !

ઇંગ્લીશમાં

ઈન ટુ મોમેન્ટ્સ ઇફ આઈ ડોન્ટ મેઇક યુ લિક ધ ડસ્ટ, ધેન માય નેમ ઇઝ નોટ બ્લુ !

***

ગુજરાતીમાં

સીંદરી બળે, પણ વળ ના જાય !

ઇંગ્લીશમાં

કોકોનટ-શ્રેડ-થિન-રોપ વિલ બર્ન…
બટ બિલ નોટ લીવ ધ ટર્ન !

***

ગુજરાતીમાં

તારા માથે કાળ ભમે છે !

ઇંગ્લીશમાં

ટાઈમ ઈઝ મુવીંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એબોવ યોર હેડ !

- મન્નુ શેખચલ્લી

Comments