માર્ક ઝુકરબર્ગે ખાતરી આપી છે કે ફેસબુકમાંથી હવે કોઈ ડેટા લીક નહીં થાય, ફેક એકાઉન્ટો બંધ થઈ જશે અને ભારત પાકિસ્તાન વગેરેની ચૂંટણીઓમાં ફેસબુકનો દુરુપયોગ નહીં થાય !
વાહ ! પછી તો ઠેર ઠેર ઝુકરબર્ગ નામના ડંકા વાગતા હશે, નહિં ?
***
સીઆઈડીમાં
ACP : દયા, પિછલે ચાર સાલ સે મુઝે એક સવાલ કા જવાબ નહીં મિલ રહા.
દયા : ક્યા સર ?
ACP : મુંબઈ કે રેડલાઈટ એરિયા મેં ચાર મર્ડર હુએ… ચારોં બાર નેટ પર ચેટ કરનેવાલી બરેલી કી શીલા, લખનૌ કી કામિની, દિલ્હી કી પિન્કી ઔર હૈદરબાદ કી ચમેલી કી સુરતેં.... એક દૂસરે સે ક્યું મિલતી જુલતી હૈં ?”
દયા : ક્યું કિ યે અસલ મેં એક હી શખ્સ હૈ ! ઉસ કા નામ હૈ રાજુ ઝુંપડપટ્ટીવાલા… યે ચારોં ઉસ કે ફેક એકાઉન્ટ થે !
ACP : ધત્તેરે કી !
દયા : સર, ક્યા હુઆ ?
ACP : અબ ખૂની કો પકડને કા ઈનામ વો સાલા ઝુકરબર્ગ લે જાયેગા !
***
છૂટાછેડાની કોર્ટમાં
પત્ની : (રડતાં રડતાં) જજ સાહેબ, પહેલાં મારા પતિ મને છૂટથી મોંઘી બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવા દેતા હતા. પણ હવે એ કંજૂસ થઈ ગયા છે. મારા શોપિંગમાં 75 ટકાનો કાપ મુકી દીધો છે. મને ડિવોર્સ જોઈએ છે…
જજ સાહેબ : મેડમ, આમાં તમારા પતિનો કોઈ વાંક નથી. ફેસબુકમાં ઝુકરબર્ગે ગ્રાહકોનું બ્રેઈનવોશિંગ થતું અટકાવી દીધું, તેનું આ પરિણામ છે !
પત્ની : (મુઠ્ઠી ઉગામીને) કોણ છે આ ઝુકરબર્ગ ? મારે એની સામે નુકસાનીનો દાવો માંડવો છે !
***
પોલિટિક્સમાં…
ચમચો : નેતાજી, સોશિયલ મિડીયામાં તમારી રંગીન વિડીયો ક્લિપ લીક થઈ ગઈ છે.
નેતાજી : બકવાસ ! એ તો ફેક ન્યુઝ છે.
ચમચો : નેતાજી, તમે જે બેન્ક ઘોટાળો કર્યો એની વાતચીતની ઓડિયો ક્લિપ લીક થઈ ગઈ છે.
નેતાજી : નોન્સેન્સ ! એ ફેક ન્યુઝ છે.
ચમચો : નેતાજી, ઈન્ટેલિજન્સ બ્યુરોનો રિપોર્ટ લીક થઈ ગયો છે. કહે છે કે તમે ચૂંટણી હારી જશો.
નેતાજી : જા જા, ફેક ન્યુઝ છે.
ચમચો : નેતાજી, તમે ચૂંટણી હારી ગયા ! અને આ તો દૂરદર્શન ન્યુઝ છે ! મિડીયાવાળા પૂછે છે કે તમારી આ હાર પાછળના કારણો શું છે ?
નેતાજી : (પોતાના વાળ ખેંચતાં) કારણ સાલું એક જ છે… પેલા હરામખોર ઝુકરબર્ગે આપેલું વચન સાચું નીકળ્યું !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment