આજે પહેલી એપ્રિલ છે.
આજે અમે એવા એપ્રિલ ફૂલ મેસેજો વિચારી રાખ્યા છે, જે ફેલાઈ જાય તો ‘માની’ પણ શકાય અને ‘માણી’ પણ શકાય…
***
થાઈલેન્ડનો વિઝા-નિયમ
થાઈલેન્ડ સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે હવે ટુરિસ્ટ વિઝા માટેના નવા નિયમો બહાર પાડ્યા છે. એ મુજબ દરેક ટુરિસ્ટ પતિએ પોતાની પત્નીને પોતે ક્યાં છે અને શું કરી રહ્યો છે તેની માહિતી દર 1 કલાકે પહોંચાડવાની રહેશે…
શુભયાત્રા !
***
શૌચક્રિયાની ભયંકર બિમારી
ઉત્તર પ્રદેશ તથા બિહારના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરા ઉપરી ભેદી ઘટનાઓ બની રહી છે. જે લોકો ખુલ્લામાં શૌચ કરવા બેસે છે તેના શરીરના ખુલ્લા ભાગમાંથી કોઈ નવા જ પ્રકારનાં કીટાણુઓ શરીરમાં ઘૂસી જાય છે. ત્યારબાદ એ વ્યક્તિને 10 દિવસની અંદર ગમે ત્યારે અચાનક ઝાડા-ઉલ્ટી થઈ જાય છે ! અને એ પછીના 5 દિવસમાં વ્યક્તિ ભેદી બિમારીથી મરી જાય છે. સાવધાન ! સોચ કે કરના શૌચ !
***
મુકેશભાઈના મનની મરજી
શ્રી મુકેશ અંબાણીએ પોતાના પુત્રની સગાઈને સોશિયલ મિડીયામાં મળેલા અદ્ભુત રિસ્પોન્સથી હરખાઈને એક નવી ખુશખબરી આપી છે. જ્યારે મુકેશભાઈના પુત્રનાં લગ્ન થતાં હશે ત્યારે તેનાં તમામ શુભ-પ્રસંગો (પીઠી, સંગીત સંધ્યા, વરઘોડો, લગ્ન તથા રિસેપ્શન)નું લાઈવ વિડીયો પ્રસારણ ‘જિઓ’ના ગ્રાહકો તદ્દન ફ્રીમાં ઓન-લાઈન નિહાળી શકશે ! અને હા, કોઈ ચાંલ્લો આપવાનો નથી.
***
ખરા ઉનાળે ખતરો
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાથી જે ભૂતાવળ શરૂ થઈ હતી તે હવે બીજા રાજ્યોમાં ફેલાઈ રહી છે. રાતના સમયે ખુલ્લામાં કે ધાબા ઉપર સૂઈ જનારા પુરુષોએ જો લુંગી પહેરી હોય તો કોઈ ભેદી ભૂત અંધારામાં ચુપકેથી આવે છે અને લુંગી ખેંચી કાઢે છે !
એટલું જ નહિં, જો કોઈએ ઈલાસ્ટિકવાળી ચડ્ડી પહેરી હોય તો ભૂત એ પણ ખેંચી કાઢે છે ! સાવધાન રહો. સૂતાં પહેલાં ‘નાડાબંધી’ કરો.
***
લકી મેસેજ સ્કીમ
મિત્રો, ઉપરના મેસેજો મિનિમમ ૧૦ લોકોને ફોરવર્ડ કરો…
અને આવનારા 10 દિવસમાં મેળવો…
.
.
.
.
.
.
…. આનાથી પણ સ્ટુપિડ મેસેજો !
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment