સ્કૂલોમાં ગુજરાતી કમ્પલસરી ? OMG !!!

સરકાર કહે છે કે હવે શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે. આ સાંભળતાં જ ઇંગ્લિશ મીડિયમ બચ્ચાંઓની મમ્મીઓમાં ખળભળાટ મચી ગયો છે ! સાંભળો…

“ખબર પડી ? હવે સ્કૂલમાં ગુજરાતી લેન્ગવેજ કમ્પલ્સરી થવાની છે.”

“ઓ એમ જી ! વોટ વિલ હેપન નાવ ? આપડા કિડ્ઝને જિંગલ બેલ જિંગલ બેલ ગાવા પર બાન આવશે ?”

“નો, બટ ધે વિલ હેવ ટુ લર્ન ઓલ ધીઝ ગુજરાટી કવિતાઝ ઓલસો..”

“ઓહ ! લાઈક, જાગને જાડવા ? મારી મધર ઈન લો ડેઇલી સિંગ કરે છે, એવું ?”

“ઇવન વર્સ… કિડ્ઝ લોકોએ દૂહાઝ એન્ડ છંદાઝ ગાવા પડશે.”

“ઓ માય ગોડ ! લાઈક ડાયરાઝ ? તો તો આપડા કિડ્ઝ વિલ બિકમ દેશી બલૂન !”

“એન્ડ, આટલા શોર્ટ ટાઈમમાં ગુજુ લેંગ્વેજના ક્લાસિસ બી હુ વિલ સ્ટાર્ટ ?”

“ધેટ મિન્સ કે આપડે ઘરમાં ગુજરાતી ટીચરને પ્રાઈવેટ ટ્યૂશન માટે કોલ કરવાના ? ધે વિલ સ્પોઈલ અવર ઇંગ્લિશ હોં ?”

“અરે, નાવ તો, સ્કૂલની રિસેસમાં બી ગુજુ સ્પીક કરવાનું એલાઉ કરશે.”

“ઓ એમ જી !”

“એન્ડ પેલુ સુ કહેવાય, સ્પીચ થેરાપી… નો નો, વકતૃત્વ કોમ્પિટિશન... ધેટ ઓલ્સો વિલ સ્ટાર્ટ.”

“ઓહ ગોડ ! મિન્સ કે અવર કિડ્ઝ વિલ એકચ્યુલી સ્પીક ટોટલી ગુજરાતી ? ઈન ફ્રન્ટ ઓફ એવરીબડી ? કેટલું ઇન્સલ્ટિંગ લાગશે નંઈ ?”

“આઈ નો, બટ વોટ ટુ ડુ ?”

“આઈ હેવ વન આઈડિયા ! પેલું આપડું પેરેન્ટ્સનું ફી રિડ્યુસ કરવાનું મૂવમેન્ટ ચાલે છે ને…”

“હા, તે ?”

“એ સ્ટોપ કરી દઈએ ! વિ ટેલ ગવરમેન્ટ.... કે તમે અમારી સ્કૂલોની ફી હજી હાઈ કરવા દો !”

“બટ વ્હાય ?”

“અરે… તો જ મિડલ ક્લાસિયા ગુજરાતી છોકરાં આપડી હાઈ ફાઈ સ્કૂલ્સમાં આવતા સ્ટોપ થશે ને ?”

“વાઉ ! ધેટ્સ એ ગ્રેટ આઈડિયા હોં ! કમ ઓન, લેટ અસ શો ઓલ ગુજ્જુઝ…”

“એટલે ?”

“એટલે… ચાલો ગુજરાતીઓને બતાડી દઈએ !”

- મન્નુ શેખચલ્લી

Comments