બોસ, લેટેસ્ટ કૌભાંડોમાં ગુજરાતીઓનાં નામો જ મોખરે કેમ છે ?ગુજરાતી લોકોને આ વાતની ખાસ નવાઈ પણ નથી લાગતી!
આવું કેમ? તો અમે શોધી કાઢ્યું છે કે ભાઈ, આવું બધું તો આપણા માટે ‘મનોરંજન’ કહેવાય !
વિશ્ર્વાસ નથી બેસતો ? તો જુઓ, આપણી ગુજરાતી ફિલ્મોનાં નામો જ કેવાં છે…
***
કૌભાંડીઓના એન્ગલથી
આવ, તારુ કરી નાંખુ
કલર બાજ
ચોરના ભાઈ ઘંટીચોર
ચોર બની થનગાટ કરે
આપણે તો છીએ બિન્દાસ
વાયડી ફેમિલી
(ઉપરના નામમાં કયા ફેમિલીની વાત છે તે કહેવાની કંઈ જરૂર ખરી?)
પાસપોર્ટ (બોલો, રેડી જ હતા ને ! )
બસ, એક ચાન્સ (ભાગી જવાનો )
ધાડ… (આ તો આર્ટ ફિલ્મ હતી... નીરવ મોદી પણ 'કળા કરી ગયો' એમ જ કહેવાય ને !)
બોલો હજી કંઈ કહેવું છે? હવે થોડાં બેન્કો અને બિચારી પબ્લિકના એન્ગલથી જુઓ.
***
બેન્કો / લોકોના એન્ગલથી
દાવ થઈ ગયો યાર
ગ્રાન્ડ હળી
તંબૂરો
તૂ તો ગયો
(આ ટાઈટલ નીરવ મોદી, લલિત મોદી, મુકુલ ચોક્સી તથા અન્ય રફૂ ચક્કર થનારને લાગુ પડે છે.)
પાઘડી
(બેન્કોની ઉછળી છે)
લવારી
(પકડાયેલા કર્મચારીઓની)
નવરી બજાર
(મિડીયાવાળા)
***
બાકી જોવાની વાત એ છે…
… કે ત્રણ વરસ પહેલાં જેને આપણે ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ માનતા હતા એ બધા ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’ બની ગયા છે !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment