નીરવ મોદીએ તો બેન્કિંગની આખી પરિભાષા જ બદલી નાંખી છે ! જરા વિચારો, નીરવ મોદીની પર્સનલ ડિક્શનેરીમાં બેન્કોને લગતા શબ્દોના શું અર્થ થતા હશે ?
* * *
પાસબુક
જે અધિકારીઓ કરોડોની લોન ‘પાસ’ કરે છે એમને જે ગુડ ‘બુક’માં રાખવા પડે છે તેનું નામ.
* * *
એન્ટ્રી
દેશમાંથી ‘એક્ઝિટ’ કરતાં પહેલાં વિદેશોમાં જે નાણાંઓનો ‘પ્રવેશ’ કરાવી લેવાનો હોય છે તે પ્રોસિજરનું નામ.
* * *
પાસવર્ડ
‘બેન્ક તમારા બાપની છે’ એવો બેન્ક દ્વારા જ જારી કરાયેલો સ્પેશીયલ ખિતાબ.
* * *
LOU
L = લાફ, O = આઉટ, U = અનલિમિટેડ
* * *
ક્રેડિટ
કેટલું મોટું ‘કરી નાંખવાની’ કેપેસિટી છે તેની બજારમાં ઊભી થયેલી ‘શાખ’.
* * *
ડિપોઝિટ
બેન્કોના રૂપિયા પોતાના બાપના સમજીને પોતાના ખાતામાં જમા કરી લેવાની પ્રોસિજર.
* * *
વિથડ્રોઅલ
કૌભાંડ છેક નાક લગી આવી જાય પછી તેમાંથી બહાર નીકળીને હાથ ખંખેરી નાંખવાની પ્રોસિજર.
* * *
ઇન્ટ્રેસ્ટ
માત્ર મીડિયાને પડશે તે પણ એકાદ-બે મહિના માટે જ.
* * *
સર્વિજ ચાર્જ
કૌભાંડોની દુનિયામાં ભારતનુ્ં નામ ઈન્ટરનેશનલ લેવલે પહોંચાડવાનું મહેનતાણું (11,400 કરોડ)
* * *
LOAN
L = લેવાની, O = ઓપનલી , A = આપવાની, N = નહીં.
* * *
રિકવરી
આશ્વાસન ઈનામ તો મળશે, તેવું આશ્ર્વાસન.
* * *
લુકઆઉટ / નોટિસ
દેખાવ (લુક) પુરતી બહાર (આઉટ) પાડવામાં આવતી નમાલી નપુંસક ચેતવણી.
* * *
વોરંટ
ભારતીય બેન્કિંગ સિસ્ટમની સૌથી ઊંચી જોક.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment