એક દારૂનું બાર ભારત-બાંગ્લાદેશની બોર્ડર પાસે હતું.
અહીં પણ મસ્ત મ્યુઝિક વાગી રહ્યું હતું. લોકો બિયર, વાઈન, વ્હીસ્કી વગેરે પીને નાચી રહ્યા હતા.
અહીં પણ એક કાચબો આવે છે.
આ કાચબો હાંફી રહ્યો છે. એના પગ લથડી રહ્યા છે. ડોળા ગોળગોળ ફરી રહ્યા છે. મહામહેનતે તે બારના કાઉન્ટર પાસેના સ્ટુલ પર ચડે છે.
પછી ધમણ જેવા ચાલી રહેલા શ્વાસ લેતાં લેતાં તે કોઈ ઘરડા ફિલ્મ-સ્ટારની જેમ બોલે છે : “અરે ભાઈસા'બ… હમ પુરા તીન તીન ઘંટા ચલ કર યહાં આયે હૈં… કુછ પીને કો ઠંડા મિલેગા ? હાંય..."
બાર ટેન્ડર એની ઓવર એક્ટીંગથી કંટાળ્યો છે. એ કહે છે “ચલ બે ભાગ ઈધર સે ! યહાં દૂસરે દેશ કે લોગ એલાઉડ નહીં હૈ !”
કાચબો કંઈ દલીલ કરે એ પહેલાં બાર-ટેન્ડર વેઈટરને કહે છે “આને ઉઠાવીને લઈ જા અને ગલીના નાકે ફેંકી આવ !”
વેઈટર કાચબાને ઉઠાવીને લઈ જાય છે. તેને ગલીના નાકે ફેંકીને પાછો આવે છે.
આ ઘટનાને ત્રણ કલાક વીતી જાય છે….
...ત્યાં તો કાચબો ફરી બારણે દેખાય છે ! આ વખતે તે કોઈ જાતની ડ્રામાબાજી કર્યા વિના ચૂપચાપ સ્ટૂલ પર ચડીને કહે છે :
“યાર, ગલીના નાકેથી અહીં સુધી આવતાં એટલો ટાઈમ તો લાગે ને ! હાંય ...?"
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment