જુઓને, હવે તો કાચિંડાઓની જેમ રંગો પણ પોતાના રંગ બદલતા થઇ ગયા છે ! ધુળેટી માત્ર આજે નહિ, બારેમાસ છે ભાઈ...
***
સફેદ
શાંતિ છોડીને ચૂનાનો થઇ ગયો...
એક સમયે શાંતિનું પ્રતીક ગણાતો સફેદ રંગ આજકાલ નીરવ મોદી જેવા કરુબાજોએ બેન્કોને લગાડેલા 'ચૂના' માટે વધારે જાણીતો થઇ ગયો છે...
***
લાલ
ક્રાંતિને છોડીને તમાચાનો થઇ ગયો ..
લાલ ક્રાંતિઓ તો ક્યારની પતી ગઈ. હવે તો બેન્કોને લાગેલા ચૂનાને કારણે ખુદ સરકારે પોતાના ગાલે તમાચા મારીને ગાલ લાલ રાખવા પડે છે...
***
ભગવો
સન્યાસ છોડીને સત્તાનો થઇ ગયો...
ખુદ સન્યાસીઓ સત્તાની ખુરશી પર બેસી ગયા. દેશના 'વર્તમાનમાં' તો ઠીક, હવે તો 'ઇતિહાસમાં' પણ ભગવાકરણની લહેર ચાલી છે.
***
કેસરિયો
શૌર્ય છોડીને શોરબકોરનો થઇ ગયો...
શહીદી, શૌર્ય, સમર્પણ એવું બધું તો પગારદાર સૈનિકોને સોંપાઈ ગયું. નવા દેશભક્તોનો ધાડાં આજકાલ સોશીયલ મિડિયામાં જ કેસરિયા કરી રહ્યાં છે.
***
લીલો
હરિયાળી છોડીને કોમવાદી બની ગયો...
એક સમયના ખેતરોની 'હરિત ક્રાંતિ'નો રંગ લીલો હતો. આજે એ રંગ કોમવાદના લેબલોમાં વધારે પ્રચલિત છે.
***
કાળો
શ્યામનો મટીને લક્ષ્મીનો થઇ ગયો...
કાળું ધન અને કાળા કરતૂતો આજે પ્રગતિ અને પ્રસિદ્ધિનો પાયો ગણાય છે. અરે, બિચારા પ્રેમીઓ પણ ઇમોશનલ બ્લેક-મેઈલનો સહારો શોધે છે.
***
ગુલાબી
ફૂલોનો મટીને બીફનો થઇ ગયો..
રંગ ગુલાબી હજી ઇશ્કનો ફેવરિટ છે પણ તેનો એક 'પિન્ક' શેડ વિદ્રોહી મહિલાઓ માટે અલગ છે અને બીજો 'પિન્ક' શેડ ચૂંટણીઓ જીતવા માટે જુમલામાં વપરાતો થઇ ગયો છે।
***
પીળો
બસ, આ જ એક અવિચલ રંગ છે. અગાઉ 'કમળો' હોય તેને જ 'પીળું' દેખાતું, આજે તમામ મિડિયા પોતપોતાના પીળા ચશ્માં વડે આપણને દુનિયા દેખાડે છે.
- મન્નુ શેખચલ્લી
આ રંગની મહેફિલ ઇન્દ્ર ધનુષ્ય જેવી શોભે છે.
ReplyDeleteIt is never toooo late. It is hightime you get the name of your column, typography and a character or caricature of Mannu in graphics, registered under IPR.
ReplyDeleteMoj
ReplyDeleteકમળો થયાં વિના બધા રંગ જોવા મળી ગયા ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્
ReplyDeleteSachi vat... Manishi Ji...
ReplyDeleteરંગરંગ વાદળીયા
ReplyDelete