સેન્સર બોર્ડનું એક સોલ્યુશન અમને ગમ્યું. ‘પદમાવતિ’ના સ્પેલિંગમાંથી ‘I’ કાઢી નંખાવ્યો અને ફિલ્મની શરૂઆતમાં ડિસ્ક્લેમર લખાવી દીધું કે આ ફિલ્મને ઈતિહાસ સાથે કોઈ લેવાદેવા નથી… પત્યું !
અમને લાગે છે કે ભવિષ્યમાં પણ વિવિધ ફિલ્મો માટેજરૂરી ડિસ્ક્લેમરો અત્યારથી તૈયાર કરી રાખવાં પડશે
* * *
જેમ કે છત્રપતિ શિવાજીના જીવન ઉપર લખાયેલા આધારભૂત પુસ્તક પરથી બનાવેલી ફિલ્મનું નામ
‘છત્રપત શિવજ’ કરી નાંખવાનું ! ઉપરથી ડિસ્ક્લમેર લખવાનું કે…
‘આ ફિલ્મ 16મીં સદીમાં થઈ ગયેલા ‘શિવજ’ નામના‘છત્રી રિપેરીંગ’ કરનારની હિસાબની ચોપડીનાં પાછલે પાને ટપકાવેલી નોંધો ઉપર આધારિત છે અને ફિલ્મને મુંબઈના કોઈ રેલ્વે ટર્મિનસ અથવા મુંબઈ પાસેના દરિયામાં બંધાનારા કોઈ પૂતળા સાથે કોઈ સંબંધ નથી.રેઈનકોટનો પણ નહિ.’
* * *
‘આઈ’ કાઢી નાંખવાથી જો ફિલ્મ બચી જતી હોય તો સ્વ. સંજય ગાંધી ઉપર બનનારી ફિલ્મની શરૂઆતમાં લખેલું આવશે કે…
“આ ફિલ્મનું નામ ‘સંજય ગાંધી’ નહિ પણ ‘સંજયગંધ’ છે. શ્રી સંજય ગંધ એક કાલ્પનિક પાત્ર છે જે તેની કાલ્પનિક માતા ‘અંદીરા ગંધ’ના સુપુત્ર હતા. શ્રીમતી અંદીરા ગંધ ‘અંડિયા’ નામના એક કાલ્પનિક દેશના વડાપ્રધાન હતા. જેમણે 1976 નામના કાલ્પનિક વર્ષમાં ‘કટોકટ’ નામની રાજકીય સ્થિતિ જાહેર કરીને ‘મોરારજી દેસા’ ‘અટલબહાર વાજપે’ તથા ‘જ્યોર્જફર્નન્ડસ’ જેવા
કાલ્પનિક નેતાઓની ધરપકડ કરીનેકાલ્પનિક જેલમાં
પુરી દીધા હતા.
આ ફિલ્મનો હેતુ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ઉપર પ્રતિબંધમુકવાથી લોકોને કેવું મનોરંજન મળી શકે છે તે દર્શાવવાનો છે. બાકી, અભિવ્યક્તિ કે સ્વાતંત્ર્ય સાથેફિલ્મને કોઈ લેવાદેવા નથી.”
* * *
એ જ રીતે જોવા જાવ તો કોઈ અંડરવર્લ્ડના ડોનની લાઈફ ઉપર બનેલી ફિલ્મની તો વાટ લાગી જાય !કારણ કે જો એક જ જ્ઞાતિના લોકો એક ફિલ્મના વિરોધમાં 5-10 કરોડની મિલકતનું નુકસાન કરી શકે તોવિચારો પેલા ભાઈલોગના ગુન્ડાઓ વીફરે તો કેવી
હાલત કરી મુકે ?
આવી કોઈ ફિલ્મનું ડિસ્ક્લેઈમર પણ ભાઈલોગને
સમજાય તેવી ભાષામાં લખવું પડશે ! જેમ કે…
“અભી આપ કો જો ફિલીમ દિખા રૈલે ઉસ મેં જો ડોનકા ઈશ્ટોરી બતાયેલા હૈ વો દૂસરે હિન્દી પિકચર મેં દિખાયેલે કોઈ બી ફિલ્મી ડોન કે માફિક ચ હૈ. સુપારીલેને કા, માંડવલી કરવાને કા, કિસી કો બી ટપકા ડાલને કા, પુલીસ કો હપ્તા દેને કા, રાત કુ વરસોવા બીચ પે ફાલતુ ટાઈપ કી હોડી મેં સે ચાલુ ટાઈપ કા ખોખે મેં કરોડોં માલ કા સ્મગલિંગ કરને કા, હોટ ચિકની આઈટમ ડાન્સર કુ નચાને કા, ઔર મુંબઈ મેં બોમ્બ બ્લાસ્ટ કરવાને કા… યે સબ દૂસરી ફિલ્મોં કી માફિક પુરા ‘ફિલ્મી’ ચ હૈ. ક્યું કિ ભાઈ કા રિયલશ્ટોરી દિખાનેવાલે કો તો ખુદ ભાઈને ચ અબ તક ટપકાડાલા હોતા ! સમજા ? ”
* * *
કોઈ રિયલ લાઈફના બહાદુર પોલીસ ઓફિસરની
જિંદગીઉપર ફિલ્મ બનાવો ત્યારે તો જરૂર લખવું પડશે કે…
“આ ફિલ્મમાં દર્શાવાયેલા પોલીસ સ્ટેશનો, પોલીસ ઓફિસરો, હવાલદારો, લોકઅપ, જેલ, કોર્ટ,સાક્ષીઓ,જજ સાહેબો, FIRની ચોપડીઓ, પુરાવાઓ,
રિવોલ્વરો, બુલેટો તથા એન્કાઉન્ટરો સહિતની તમામ ચીજો, ઘટનાઓ, પાત્રો તથા પ્રસંગોનો અગાઉહિન્દી ફિલ્મોમાં આવી ગયેલાં પુલીસ-દૃશ્યો સાથે જ સીધો સંબંધ છે. બીજું, ખાખી વર્દીનો રંગ ખાખી નહિપણ બદામી છે તેવું કલરકરેક્શન પ્રેક્ષકોએ જાતે કરી લેવા વિનંતી છે.”
* * *
અમને તો ડર છે કે ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ ઉપર આધારિત જો કોઈ ફિલ્મ ભૂલેચૂકે બનીગઈ તો તેની શરૂઆતમાં શુધ્ધ હિન્દીમાં લખવું પડશે.
“અસ્વીકૃતિકરણ…” (ડિસ્કલેઈમરનું હિન્દી છે ભાઈ)
“પ્રેક્ષકોં સે નિવેદન હૈ કિ ઇસ ચલચિત્ર કા સત્ય સે યાસત્ય કે કોઈ ભી પ્રયોગ સે કિસી ભી પ્રકાર કા સંબંધ
નહીં હૈ. ચલચિત્ર મેં દર્શાયે ગયે સત્ય કે સભી પ્રયોગ
કાલ્પનિક હૈં. કૃપયા અપને ઘર મેં સત્ય કા પ્રયોગ ન
કરેં. યહ ઘાતક હો સકતા હૈ.”
* * *
જતે દહાડે ઈતિહાસના પુસ્તકો ઉપર પણ ડિસ્ક્લેમર હશેકે..
“ધીસ ઈઝ પ્યોરલી અ વર્ક ઓફ ફિક્શન. ઈટ્સ સોલ
પરપઝ ઈઝ ટુ એન્ટરટેઈન ધ રિડર. ઓલ કેરેક્ટર્સ, એન્ડ ઇવેન્ટ્સ ડિસ્ક્રાઈબ્ડ ઈન ધીસ બુક હેઝ નો કનેકશન વિથ ધ ટ્રુથ ઔર હિસ્ટ્રી. કાઈન્ડલી હુ નોટ
બર્ન ધીસ બુક.”
Comments
Post a Comment