મોસમ મેરેજોની છે. સાથે સાથે સગાઈનાં ચોકઠાં પણ ગોઠવાઈ રહ્યાં છે. લગ્નેચ્છુ યુવાનો કન્યાઓની શોધમાં છે…
એક જમાનામાં વાત્સાયન નામના ઋષિએ કન્યાઓના વિવિધ પ્રકારો પાડેલા… ગજગામિની, હસ્તિની, પદ્ મિની… વગેરે… પણ આજના ડિજીટલ યુગમાં કન્યાઓના પ્રકારો બદલાઈ ગયા છે…
* * *
(૧) રીડ ઓન્લી મેમરી કન્યાઓ
આ પ્રકારની છોકરી તમારી સાથે હોય ત્યાં સુધી ઠીક છે, પણ જેવી બીજા બોયફ્રેન્ડ પાસે જાય કે તરત તમને ભૂલી જાય છે.
* * *
(૨) સ્ક્રીન સેવર કન્યાઓ
આ કન્યાઓ દેખાવ પૂરતી સુંદર લાગે છે. જેવું તમે સ્હેજ માઉસ હલાવો કે તરત તેના રંગ ઢંગ બદલાઈ જાય છે.
* * *
(૩) હાર્ડ ડિસ્ક કન્યાઓ
બધું જ યાદ રાખે છે. તમારી બર્થ-ડેટ, તમારાં પ્રોમિસ, તમારી સેલેરી, તમારી લાઈકો, તમારી કોમેન્ટો અને તમારાં બણગાં પણ.
* * *
(૪) સોફ્ટવેર કન્યાઓ
એમની સૌથી વધુ પાયરસી થાય છે. સૌથી વધુ ઉપયોગ થાય છે પણ નવું વર્ઝન આવતાં જ જુના વર્ઝનને કોઈ સૂંઘતું પણ નથી.
* * *
(૫) મલ્ટી-મિડીયા કન્યાઓ
ફાલતુમાં ફાલતુ લક્ષણોનું પ્રેઝન્ટેશન એવું જોરદાર કરે છે કે બધું જ આકર્ષક લાગે છે.
* * *
(૬) વેબસાઈટ કન્યાઓ
મોટી ઉંમરની હોય છે. મહિનાઓ લગી અપ-ડેટ થતી નથી. હોમપેજમાં કોઈ ફેરફાર થતા નથી અને બહુ આસાનીથી હેક કરી શકાય છે.
* * *
(૭) એપ કન્યાઓ
સ્વભાવે ‘ફ્રી’ દેખાય છે. ફટાફટ ડાઉનલોડ થઈ જાય છે. અમુક જ ફંકશનો કામના હોય છે. અને વારંવાર અપ-ડેટ કરાવી કરાવીને તમારો ડેટા વાપરતી રહે છે.
* * *
(૮) ફેસબુક કન્યાઓ
વારંવાર ‘લાઈક’ કરવી પડે છે. ‘કોમેન્ટો’ પણ સારી સારી આપવી પડે છે. ‘શેર’ કરો તો ચીડાઈ જાય છે અને ‘સબ-સ્ક્રાઈબ’ કરી શકાતી નથી.
* * *
(૯) વાયરસ કન્યાઓ
એક વાર તમારી સિસ્ટમમાં દાખલ થયા પછી તમને સંપૂર્ણપણે બરબાદ કરી નાંખે છે. આ પ્રકારની કન્યાઓને ‘પત્ની’ કહેવામાં આવે છે.
* * *
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment